e governance, digital india, digital governance, smart city, smart village, government jobs, government of india, passport, pan card, election card, aadhar card , banking jobs

Thursday 31 December 2015

" જન સુવિધા કેન્દ્ર " વિશે સામાન્ય સમજ

" જન સુવિધા કેન્દ્ર " વિશે સામાન્ય સમજ

 
 
"જન સુવિધા કેન્દ્ર" શું છે ?
"જન સુવિધા કેન્દ્ર" એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ઇ-ગવર્નન્સ ની યોજનાઓને સરળતાથી લોકો સુધી પહોચાડતી માળખાગત સુવિધા ધરાવતી ખાનગી સંસ્થા "UC Corporation E-Services" નો એક લોકહિત માટેનો અનેરો પ્રયાસ છે. જેમાં દેશના દરેક નાગરિકને જરૂરી ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ, જેવી અનેક સેવાઓ નું માર્ગદર્શન અને કામગીરી કરતુ એક મધ્યસ્થ કેન્દ્ર છે.

"જન સુવિધા કેન્દ્ર" નો મુખ્ય ધ્યેય.
 
આ યોજના હેઠળ ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગો તેમજ દરેક સમાજના લોકોને ઈન્ટરનેટ અને ડીઝીટલ ક્રાંતિ દ્વારા ડીઝીટલ સાધનો, ડીઝીટલ સાક્ષરતા, ટેકનોલોજી નો મહત્તમ વપરાશ કરતા કરવા, અને સરકારશ્રી ઇ-ગવર્નન્સ ની દરેક યોજનાઓ દેશના દરેક વિસ્તારના દરેક જાતિના લોકો સુધી મહત્તમ ધોરણે પહોચાડવાની માળખાગત સુવિધા તૈયાર કરવી.

"જન સુવિધા કેન્દ્ર" માં દેશના ઉદ્યમી અને મહેનતુ નાગરિક ની સ્વનિર્ભર થવાની ભૂમિકા.
આ "જન સુવિધા કેન્દ્ર" દેશના કોઈ પણ ઉદ્યમી નાગરિક દ્વારા સંચાલિત કરી શકાય છે. જેમાં લોકોને ઈન્ટરનેટ સર્વિસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર સેવાઓ, પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ સ્કીમ (PPP), અન્ય સરકારી યોજનાઓ, કૃષિ સહાયક સેવાઓ, સરકારી સબસીડી યોજનાઓ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ ની સેવાઓ, શેક્ષણિક કાર્યક્રમો, સરકારી સર્વે જેવી ઘણી સેવાઓ પૂરી પડી શકાય છે. અને આત્મનિર્ભર બની શકો છો.

"જન સુવિધા કેન્દ્ર" દ્વારા નિયમિત આવક કઈ રીતે મેળવવી.
"જન સુવિધા કેન્દ્ર" દ્વારા કુલ ૧૦૮ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં કંપનીના નિયમ અનુસાર "જન સુવિધા કેન્દ્ર" ના માલિકને કમીશન અને નફાધોરણ દ્વારા નિયમિત આવક શરુ થઇ જાય છે. જેમાં "જન સુવિધા કેન્દ્ર" દ્વારા કરવામાં કાર્ય બદલ લોકોના સંતોષકારક અભિગમ થી આ આવકમાં ઉત્તરોતર વધારો થાય છે. "જન સુવિધા કેન્દ્ર" દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ મોટા ભાગે પાયાની અને જરૂરી સેવાઓ હોવાથી, અને આ કેન્દ્ર માં લોકોના કીમતી સમય ની બચત થતી હોવાથી, તેમજ નવી યોજનાઓ વિશે જાણકારી મળતી હોવાથી લોકોના મનમાં "જન સુવિધા કેન્દ્ર" માટે સંતોષકારક વલણ ઉભું થાય છે. જેનાથી "જન સુવિધા કેન્દ્ર" ને કાયમી ગ્રાહક મળી રહે છે. અને "જન સુવિધા કેન્દ્ર" મારફત નિયમિત આવક મેળવી શકાય છે
Share this post
  • Share to Facebook
  • Share to Twitter
  • Share to Google+
  • Share to Stumble Upon
  • Share to Evernote
  • Share to Blogger
  • Share to Email
  • Share to Yahoo Messenger
  • More...

1 comments

  1. મેળવવા માટે સુ કરવું જોઈએ

    ReplyDelete

:) :-) :)) =)) :( :-( :(( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ :-$ (b) (f) x-) (k) (h) (c) cheer

 
Posts RSSComments RSSBack to top
© 2011 E Governance and Digital India ∙ Designed by Mahisagar CSC
Released under Creative Commons 3.0 CC BY-NC 3.0